Ncui News

દિલીપ સંઘાણીનો દાવો, સહકારી સંસ્થાઓ માટે એકસમાન કાયદો બને તે પ્રાથમિકતા રહેશે
NCUIના ચેરમેન પદે દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થયા બાદ આજે અમદાવાદ પહોંચ્યા છે. જ્યાં ભાજપ અને સહકારી સંસ્થાના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના 18 ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દિલીપ સંઘાણી (dilip sanghani) સહિત 16 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. દિલીપ સંઘાણીએ આ વિશે કહ્યું કે, સહકારી ક્ષેત્રે દેશભરમાં એક સમાન કાયદા બને તે મારી પ્રાથમિકતા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી છે. પહેલીવાર આ રાષ્ટ્રીય સહકારી સંસ્થાના ચેરમેન પદે ભાજપના કાર્યકરની નિયુક્તિ થઈ છે જે ખૂબ મોટી વાત છે. કેન્દ્ર સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કામ કરશે તેવો તેમણે દાવો કર્યો હતો. મહિલાઓ, ખેડૂતોને સહકારી મંડળીઓથી સૌથી વધુ લાભ મળે તેવુ આયોજન કરાશે. 
Nov 24,2020, 13:05 PM IST
કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને ગેરમાર્ગે દોર્યા
Jan 10,2020, 18:46 PM IST

Trending news