WhatsApp માં બહુ જલદી આવશે આ ધમાકેદાર ફીચર, ચેટને સંતાડી રાખતા લોકોને થશે આ મોટો ફાયદો

Whatsapp News: દુનિયાભરમાં વોટ્સએપના અંદાજે 200 કરોડ જેટલા યૂઝર્સ છે આથી કંપની સમયાંતરે નવા નવા અપડેટ્સ લાવતી રહે છે. વોટ્સએપ હવે પોતાના યૂઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લાવી રહી છે. જે તમારા માટે અતિ ફાયદાકારક છે. 

WhatsApp માં બહુ જલદી આવશે આ ધમાકેદાર ફીચર, ચેટને સંતાડી રાખતા લોકોને થશે આ મોટો ફાયદો

સોશિયલ મીડિયાની દુનિયામાં આજકાલ વોટ્સએપ એક મહત્વની એપ બની ગઈ છે. પર્સનલ લાઈફ હોય કે પછી પ્રોફેશનલ લાઈફ...મોટાભાગના કામમાં વોટ્સએપની મહત્વની ભૂમિકા હોય છે. દુનિયાભરમાં વોટ્સએપના અંદાજે 200 કરોડ જેટલા યૂઝર્સ છે આથી કંપની સમયાંતરે નવા નવા અપડેટ્સ લાવતી રહે છે. વોટ્સએપ હવે પોતાના યૂઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લાવી રહી છે. 

લિંક્ડ ડિવાઈસ ઉપર પણ ચેટ લોકને એક્ટિવેટ કરી શકશો

વોટ્સએપ થોડા સમય પહેલા પોતાના યૂઝર્સ માટે ચેટ લોક ફીચર્સ લાવી હતી. તે સમયે આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ હવે કંપની તેમાં એક મોટી અપડેટ  કરવા જઈ રહી છે. હવે વોટ્સએપ એવા ફીચર પર  કામ કરી રહ્યું છે જેનાથી તમે લિંક્ડ ડિવાઈસ ઉપર પણ ચેટ લોકને એક્ટિવેટ કરી શકશો. 

WABetaInfo એ આપી જાણકારી
વોટ્સએપના અપકમિંગ ફીચરની જાણકારી કંપનીની દરેક અપડેટ્સ પર નજર રાખતી પોપ્યુલર વેબસાઈટ WABetaInfo એ આપી છે. તેણે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં વોટ્સએપનું Android 2.24.8.4 બીટા અપડેટ જોવામાં આવ્યું છે. જેમાં લિંક ડિવાઈસ માટે ચેટ લોકનું ફીચર મળ્યું છે. વોટ્સએપના આ નવા અપડેટથી જાણવા મળે છે કે હવે યૂઝર્સ પ્રાઈમરી ડિવાઈસની સાથે સાથે લિંક ડિવાઈસ ઉપર પણ ચેટ લોક દ્વારા પોાતની પર્સનલ ચેટને સંપૂર્ણ રીતે સેફ રાખી શકશે. ચેટ લોકમાં તમે કોઈ પણ ચેટને એક સિક્રેટ કોડ દ્વારા લોક કરીને શકો છો અને ત્યારબાદ તે ચેટને ઓપન કરવા માટે તમને કોઈ ખાસ  કોડની જરૂર પડશે. 

WhatsApp is working on a locked chats feature for linked devices, and it will be available in a future update!https://t.co/zUyAQKaxAq pic.twitter.com/Q24bmpBB61

— WABetaInfo (@WABetaInfo) March 31, 2024

વોઈસ મેસેજ માટે આવી રહ્યું છે નવું ફીચર
વોટ્સએપનું લીંક ડિવાઈસ માટેનું ચેટલોક ફીચર હાલ ડેવલપમેન્ટ ફેઝમાં છે અને તેના પર ટેસ્ટિંગ ચાલુ છે. જલદી તેને બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે અને પછી તમામ યૂઝર્સ માટે તેનું સ્ટેબલ વર્ઝન રિલીઝ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ચેટ લોક ફીચર સાથે કંપની હાલ એક વધુ ફીચર ઉપર પણ  કામ કરી રહી છે. જેમાં તમે વોઈસ મેસેજને વાંચી પણ શકશો. વોટ્સએપ એક એવું ફીચર લાવી રહ્યું છે જેમાં તમને કોઈ વોઈસ મેસેજમાં ટેપ કરશો તો તેની નીચે તેની ટ્રાન્સ્ક્રિપ્શન પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news