Destroyed News

કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત
  જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારમાં 30 થી 40 કી.મીના ઝડપે ભારે પવન સાથે વરસાદ પડતાં જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં સતત બે દિવસ વર્ષેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો. પાકમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં વધુ પડતો ડાંગર પાક ખેડૂતોએ કર્યો હતો. જો કે કેટલાક ખેડૂતો એ મકાઈ બાજરી સહિત મગફળીનો પાક કર્યો હતો. અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાકેલો પાક કાપેલો પડ્યો હતો, ત્યારે ખેતરોમાં ઉભી ડાંગરો ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ડાંગરોના પાકમાં પાણી ઘૂસી જવાથી પાક નિષ્ફળ નીવડ્યો છે. જેથી કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકને રજુઆત કરી યોગ્ય વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે. 
Oct 19,2020, 21:36 PM IST

Trending news